ભારતમાં તમે કેવી રીતે નાગરિક બન્યા ?


શું છે નાગરિકતા ?

·       સંવિધાન

                   આપણો દેશ દુનિયામાં સૌથી મોટો લોકશાહી છે.આપણા દેશનું સંવિધાન ખુબ જ મોટું છે. જેમાં સંવિધાનની શરૂઆતમાં જ નાગરિકતા વિષે કહેવામાં આવ્યું છે. સંવિધાન ભાગ-૨માં નાગરિકતા વિષે જાણવામાં આવ્યું છે.

Ø અનુચ્છેદ ૫:- આ સંવિધાનના આરંભે જેનો ભારતના દેશમાં વસવાટ હોય અને-

(એ) જે ભારતના દેશમાં જન્મેલ હોય; અથવા

(બી) જેનાં માતાપિતામાંથી કોઈ ભારતના દેશમાં જન્મેલ હોય; અથવા 

(સી) જે સંવિધાનના આરંભથી તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષથી ભારતના દેશમાં સામાન્ય રીતે રહેતી આવી હોય,

       તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે.

Ø અનુચ્છેદ ૬:- પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક:-

(એ) જેનો અથવા જેના માતાપિતામાંથી કોઈનો અથવા જેના દાદા-દાદીમાંથી કોઈનો જન્મ હિન્દ રાજ્ય વહીવટ કાયદો, ૧૯૩૫માં  જન્મ થયો.

(બી) સન ૧૯૪૮ના જુલાઈ મહિનાની ૧૯મી તારીખ પહેલા જે લોકો ભારત આવી ગયા અને આવી ગયાની તારીખથી સામાન્ય રીતે ભારત દેશમાં રહેતી આવી હોય,

                 તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે.

Ø અનુચ્છેદ ૭:- સન ૧૯૪૮ના જુલાઈ મહિનાની ૧૯મી તારીખ પહેલા જે લોકો પાકિસ્તાન ગયા આવા લોકો ભારતના નાગરિક તરીકે ગણાશે નહિ.

Ø અનુચ્છેદ ૮:- ભારતની બહાર વસ્તી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતાનો હક:

(એ) જેનો અથવા જેના માતાપિતામાંથી કોઈનો અથવા જેના દાદા-દાદીમાંથી કોઈનો  હિન્દ રાજ્ય વહીવટ કાયદો, ૧૯૩૫માં  જન્મ થયો.

(બી) એ પોતે હિંદ ડોમીનીયન સરકાર અથવા ભારત સરકારે નિયત કરેલ નમુનામાં અને નિયત કરેલ નમુના પ્રમાણ અરજી કરતા તે ભારતનો નાગરિક ગણાશે.

Ø અનુચ્છેદ ૯:- જે વ્યક્તિએ રાજીખુશીથી અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરી હોય તે નાગરિક ભારતની નાગરિકતા ગુમાવે છે.  

ભારતીય નાગરિકતા કાયદો, ૧૯૫૫ મુજબની જોગવાઈ હેઠળ ભારતની નાગરિકતા લઈ શકાય છે.

Comments