ભારતમાં તમે કેવી રીતે નાગરિક બન્યા ? શું છે નાગરિકતા ? · સંવિધાન આપણો દેશ દુનિયામાં સૌથી મોટો લોકશાહી છે.આપણા દેશનું સંવિધાન ખુબ જ મોટું છે. જેમાં સંવિધાનની શરૂઆતમાં જ નાગરિકતા વિષે કહેવામાં આવ્યું છે. સંવિધાન ભાગ-૨માં નાગરિકતા વિષે જાણવામાં આવ્યું છે. Ø અનુચ્છેદ ૫ :- આ સંવિધાનના આરંભે જેનો ભારતના દેશમાં વસવાટ હોય અને- (એ) જે ભારતના દેશમાં જન્મેલ હોય; અથવા (બી) જેનાં માતાપિતામાંથી કોઈ ભારતના દેશમાં જન્મેલ હોય; અથવા (સી) જે સંવિધાનના આરંભથી તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષથી ભારતના દેશમાં સામાન્ય રીતે રહેતી આવી હોય, તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. Ø અનુચ્છેદ ૬:- પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક:- (એ) જેનો અથવા જેના માતાપિતામાંથી કોઈનો અથવા જેના દાદા-દાદીમાંથી કોઈનો જન્મ હિન્દ રાજ્ય વહીવટ કાયદો, ૧૯૩૫માં જન્મ થયો . ...